મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ઝટકો ! ગલ્ફના દેશોમાં ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી ઝીકાશે

મોરબીમાંથી ગલ્ફના દેશોમાં વર્ષે રૂ.8000 કરોડની નિકાસ થાય છે : મોરબીના ટોટલ નિકાસમાં ગલ્ફનો હિસ્સો 50 ટકા છે

મોરબી : વૈશ્વિક મંદીના માહોલમાં નોટબંધી અને જીએસટી જેવા કપરા ફટકા બાદ અસ્તિત્વ ટકાવી રાખવા વિદેશમાં વ્યાપારની તક શોધી લેનાર મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે, વર્ષે દહાડે રૂપિયા 8000 કરોડની નિકાસ જ્યાં થાય છે તેવા મોરબીની સીરામીક ટાઇલ્સ ઉપર ગલ્ફ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઝીકવા તૈયારી શરૂ થતા ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે.

દેશ વિદેશમાં પ્રખ્યાત મોરબીના ટાઇલ્સના ઉદ્યોગને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ એક તરફ ઘરઆંગણાનું માર્કેટ ઠપ્પ થયું છે.ત્યારે ઉદ્યોગકારોએ તેમની કોઠાસૂઝ થી સિરામિક ટાઇલ્સ નું આંતરરાષ્ટ્રિય માર્કેટ શોધીને કરોડો રૂપિયાનું એક્સપોર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે.ત્યારે માઠા સમાચાર આવી રહ્યા છે.કે ગલ્ફ સરકાર દ્વારા મોરબીની ટાઇલ્સ પર એન્ટી ડમ્પીંગ ડયુટી નાખવાનો ટૂંકસમયમાં નિર્ણય લેવામાં આવનાર છે.તેને કારણે રૂ.8હજાર કરોડના ગલ્ફ ના એક્સપોર્ટ ને મોટો આર્થિક ફટકો લાગવાની શક્યતા છે.

ગલ્ફ કો- ઓપરેશન કાઉન્સિલ દ્વારા આ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવનાર છે. મોરબીમાંથી જે ટાઇલ્સની નિકાસ ગલ્ફમાં કરવામાં આવે છે.તે મોરબીના ટોટલ એરપોર્ટ માં 50 ટકા હિસ્સો છે. તેથી આ નિર્ણય ના પગલે આ એક્સપોર્ટ ઠપ્પ થઈ જવાની શક્યતા છે મોટાભાગે સાઉદી અરેબિયામાં મોરબીની ટાઇલ્સ મોટા જથ્થામાં જઈ રહી છે.3 થી 4 વર્ષ પહેલાં મોરબીમાંથી વાર્ષિક રૂ.2500 કરોડની નિકાસ થતી હતી તે આજે ઉદ્યોગકારોની મહેનત કવોલિટી અને કોઠાસૂઝના કારણે વર્ષ 2017-18માં આ એરપોર્ટ રૂ.8 હજાર કરોડને આંબી ગયું છે.

પાંચ વર્ષ પહેલાં ડોમેસ્ટિક માર્કેટ બહુ સારું હતું અને ધીમે ધીમે ભારતમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં મંદીના પગરણ થયા બાદ આજદિન સુધી હજુ ડોમેસ્ટિક માર્કેટ સુધર્યું નથી તેથી ઉદ્યોગકારો દ્વારા એરપોર્ટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને સારી એવી પ્રગતિ કરી હતી પણ તેના પર પણ રોક આવી રહી છે.તેને કારણે દેશની તિજોરીને તો ફટકો લાગશે જ પણ ઉદ્યોગકારોને પણ આર્થિક ફટકો લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.