નર્મદા કેનાલમાં 1500 બકનળી ! તંત્ર ન કરે તે માળિયાના ખેડૂતોએ કરી બતાવ્યું

- text


પાણી માટે આંદોલન ચલાવતા ખેડૂતોએ ટિકરથી ઢાંકીથી સુધી પાણી ચોરીના પુરાવા એકત્રિત કર્યા

મોરબી : એક તરફ મોરબી અને માળિયાના ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવવા વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ હળવદના ટીકરથી લઈ ઢાંકી સુધી બેફામપણે પાણી ચોરી કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર વાહકો નિંદ્રામાં પોઢી સબ સલામતના ગુણગાન ગઈ રહ્યા હોય માળીયા પંથકના ખેડૂતોએ જાતે પેટ્રોલિંગ કરી 1500 બકનળી મારફતે છલોછલ કેનાલમાંથી નદી નાળામાં પાણી વહેવડાવવામાં આવતું હોવાના પુરાવા વાઇરલ કર્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે મહારેલી યોજી ત્રણ દિવસના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરનાર ખેડૂતોની ટીમ દ્વારા આજે હળવદના ટીકરથી લઈ ઢાંકી પમ્પીંગ સ્ટેશન સુધી જાતે પેટ્રોલિંગ કરી કેનાલમાંથી થતી પાણી ચોરી ના પુરાવા એકત્રિત કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે અને નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડી ખુલ્લેઆમ પાણી ચોરી થી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે નર્મદા કેનાલની જાત માહિતી મેળવનાર ખેડૂતોના ધ્યાન ઉપર એ પણ આવ્યું હતું કે, નર્મદા કેનાલમાં ઉપરથી છલોછલ પાણી આવે છે પરંતુ ખાસ કરીને ધ્રાંગધ્રા વિસ્તારમાં કેનાલમાં આડશ મૂકી પાણીચોરો પાણી ચોરી કરી રહ્યા છે અને ખુલ્લા નદી નાણા તેમજ વળી ખેતરો સુધી માથાભારે ઈસમો બકનળી મૂકીને તંત્રના ડર વગર પાણીચોરીને અંજામ આપી રહ્યા છે તો બીજી તરફ તંત્ર સબ સલામતનો રાગ આલાપતા આશ્ચર્ય સર્જાયું છે.

 

- text