હળવદમાં ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહ યોજાયા

- text


શહેરના ગોલેશ્વર મંદિર ખાતે ભારે ઉત્સાહ સાથે તુલસી વિવાહ આયોજન કરાયું

હળવદ : કારતક સુદ અગિયારસના અવસરે સૌરાષ્ટ્રના ગામોગામ પવિત્ર તુલસી અને શાલીગ્રામ નો રંગેચંગે લગ્ન ઉત્સવ યોજાયા હતા ત્યારે હળવદમાં ગોકુલેશ્વર ગોપી મંડળ અને અંબે ગરબી મંડળના સહયોગથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગોલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય રીતે તુલસી વિવાહ ની ઉજવણી કરાઇ હતી સમગ્ર શહેર ગોકુળ મથુરા વૃંદાવન માં ફેરવાયું હતું આ સાથે જ હળવદના મુખ્ય માર્ગો પર ઠાકોરજી નો ડી.જે ની સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાવભેર જોડાયા હતા.

- text

છોટા કાશી તરીકે જાણીતા હળવદ શહેરમાં કારતક સુદ ૧૧ ને સોમવારના રોજ ભવ્ય તુલસી વિવાહ અંબે ગરબી મંડળ અને ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તુલસી માતા ને ભલભાદી કાપડુ ઉપર મોરજણી ઢીંગલીઓ પગમા કુંડલા સહિતના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા આ સાથે જ ચોરીએ ચડવાનો ભારે જગમાટ જોવા મળ્યો હતો આ તુલસી વિવાહમા રાસ ગરબા ગણેશ સ્થાપના મંડપ મુર્હત મોમેરુ ફુલેકુ તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું।

ગોપી મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઠાકોરજી ની જાન સજી-ધજીને પરણવા આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી બીજી તરફ હળવદમાં સૌપ્રથમવાર મહિલાઓ દ્વારા તુલસી વિવાહનુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા ગોપી મંડળ ની મહિલાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text