હળવદ માર્કેટિંગ યાર્ડમાં મોકાની દુકાનોની કાલે હરરાજી : ગોઠવણ થઈ ગયાનો ધડાકો

- text


હરરાજી અગાઉ જ મામકાઓને દુકાન અપાઈ ગઈ !!! આવતીકાલે માત્ર દેખાવ પૂરતી હરરાજી કરવા નાટક

હળવદ : હર હંમેશ વિવાદમાં ચમકતા રહેતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં નિર્માણ પામેલી ચા, પાણી,પાન અને કરિયાણાની મોકાની દુકાનો માટે આવતીકાલે હરરાજીનું નાટક ભજવવામાં આવનાર હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમા આવી છે, હળવદ યાર્ડની ત્રણ દુકાન માટે 35,25 અને 10 લાખના તળિયાના ભાવ રાખવામાં આવ્યા છે પરંતુ હરરાજી અગાઉ જ લગતા વળગતા મામકાઓને દુકાનની લ્હાણી કરવા તખ્તો ઘડી કાઢવામાં આવતા યાર્ડના વેપારીઓમાં ચકચાર જાગી છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નિર્માણ થયેલી દુકાનો પૈકી આવતીકાલે કરિયાણા, ચા-કોફી અને પાન તથા ઠંડા પીણાંની દુકાનો માટે હરરાજી યોજવામાં આવી છે. જેમાં કરિયાણાની દુકાન માટે 10 લાખ, ચા-પાણીની દુકાન માટે 35 લાખ અને પાન – બીડી, ઠંડા પીણાંની દુકાન માટે 25 લાખની અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે.

- text

બીજી તરફ આ મોકાની દુકાનો ખરીદવા માટે અનેક ધંધાર્થીઓ મેદાનમાં આવે તેમ હોય ચુપકીદીથી આવતીકાલે હળવદ યાર્ડ સત્તાવાળાઓ દ્વારા હરરાજી યોજવામાં આવી છે, જો કે યાર્ડના જ કેટલાક હોદ્દેદારોના સૂત્રોના જણાવ્યા મુજબ અંગૂઠી જ કઈ દુકાન કોને ફાળવવી તે નક્કી કરી લેવામાં આવ્યું હોય અન્ય વેપારીઓમાં રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે ભજવવામાં આવનાર હરરાજીના નાટક અંગે તરેહ – તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

- text