નર્મદા કેનાલના પાણી માટે માળીયાના ખાખરેચીમાં ખેડૂતોનું હલ્લાબોલ : પ્રતીક ઉપવાસ

- text


નર્મદા કેનાલના પાણી માટે માળીયાના ખાખરેચીમાં ખેડૂતોનું હલ્લાબોલ : પ્રતીક ઉપવાસ

રવિ સિઝન માટે નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતો આકરે પાણીએ : રાષ્ટ્રગાન સાથે રેલી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા મામલે ખેડૂતોએ અગાઉ લડત ચલાવ્યા છતાં સરકારે કેનાલમાં અપૂરતું પાણી છોડતા આજે ઉકળી ઉઠેલા ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખાખરેચી નજીક રાષ્ટ્રગાન સાથે મહારેલી યોજી માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સાથે સાથે ખેડૂતોએ એવું પણ જાહેર કર્યું છે કે જો ત્રણ દિવસના ઉપવાસ બાદ પાણી નહિ મળે તો ચોથા દિવસે ખેડૂતો જાતે વાલ્વ ખોલી નાખશે.

- text

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવા ખેડૂત હિતરક્ષક સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જો ૧૯મી સુધીમાં પાણી આપવામાં નહિ આવે તો આંદોલન છેડવા ચીમકી આપી હતી જેને પગકે આજે વહેલી સવારથી જ માળીયા તાલુકાના ખાખરેચી ગામે હજ્જારોની સંખ્યમાં ખેડૂતો ઉમટી પડ્યા છે અને હલ્લાબોલ કરી જન આંદોલન શરૂ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ કેનાલમાંથી સિંચાઈના પાણીની માંગ સાથે જોરદાર લડત ચલાવી હતી અને મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરવા છતાં ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી કેનાલમાં અપૂરતું પાણી છોડીને પાણી ઘટાડવાના આદેશો આપતા ખેડૂતો ઉકળી ઉઠ્યા છે કારણકે ખરીફપાકમાં નિષ્ફ્ળતા બાદ હવે અપૂરતું પાણી છોડવાથી રવિપાકને પૂરતું પાણી મળી ન શકે તેમ હોવાથી ખેડૂતોની ગંભીર સ્થિતિ સર્જાઈ છે તેથી આબબબતે સરકારને ઢંઢોળવા માટે આ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ આજે સવારે ખાખરેચી ખારવાડથી વેણાસર રોડ ઉપરથી થઈ માળીયા બાન્ચ કેનાલ સુધી રેલી યોજી ત્રણ દિવસ સુધી પ્રતીક ઉપવાસનો પ્રારંભ કર્યો છે.

- text