ચમત્કારને નમસ્કાર ! કાલે મંગળવારે નર્મદાના નીર ખિરઈ પહોંચશે

- text


માળીયા મિયાણાના ખેડૂત આંદોલનથી તંત્ર દોડતું

મોરબી: માળીયા તાલુકાના ૧૪ ગામોના હજારો ખેડૂત ભાઈ બહેનોએ આજે માળીયા બ્રાંચ કેનાલે રવિપાક માટે સિંચાઈનું પાણી આપવાને માંગ સાથે વિરાટ રેલી કાઢી ભારે વિરોધ પ્રદર્શન કરી ત્રણ દિવસના પ્રતીક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરતા તંત્રને રેલો આવ્યો છે અને મંગળવાર સાંજ સુધીમાં પાણી ખીરઇ સુધી પહોંચી જાય તેમ હોવાનું સતાવાર જાહેર કરાયુ છે.

ઓણ સાલ ખરીફ મોસમમાં પણ ખેડૂતોનો પાક નિષ્ફળ જતા હવે રવિ સીઝનમાં વાવેતર કરી સારા પાકની આશા રાખી બેઠેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા આજે માળિયાના ખાખરેચી ગામે ખેડુતો દ્વારા આંદોલનનું રણસિંગુ ફુક્યું છે, આ ખેડૂત આંદોલન મામલે અધિક કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતુ કે, ૧૪ ગામોના ખેડૂતોને રવિપક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પ્રયાસો થઈ રહયા છે.

- text

વધુમાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે કલેકટર તંત્ર દ્વારા તાકીદની બેઠક કરી વહેલી તકે ખેડૂતોને પાણી મળી રહે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સંભવત આવતીકાલ મંગળવાર સાંજ સુધીમાં ખિરઈ સુધી પાણી પહોંચી જશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text