હવે તો રજુઆત કરતા પણ શરમ આવે છે ! મોરબીના પાનેલીનો બિસ્માર રસ્તો ક્યારે નવો બનશે ?

- text


રફાળેશ્વરથી પાનેલી સુધીના મુખ્ય રસ્તા મામલે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરવા છતાં યથાવત સ્થિતિ

મોરબી : મોરબીના પાનેલી ગામનો બિસ્માર રસ્તો રીપેર કરવા ધારાસભ્ય, સાંસદ અને નાયબમુખ્યમંત્રી સમક્ષ અનેકાનેક રજુઆત કરવા છતાં માર્ગ રીપેર ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો સ્પષ્ટ કહે છે કે હવે તો અમને રજુઆત કરતા પણ શરમ આવે છે.

મોરબી તાલુકાના પાનેલી ગામે આગામી તા. ૧૦ ડિસેમ્બરથી બાળ કથાકાર રતનબેનના વ્યાસાસને રામદેવપીરની કથાનુ આયોજન કરાયું છે, આ કથા સાંભળવા માટે મોરબી જીલ્લામાથી હજારો માણસો પાનેલી ગામે આવવાના છે પરંતુ રફાળેશ્વર હાઈવેથી પાનેલી ગામ સુધીનો ડામર રોડ અત્યંત ખરાબ હોય આ પ્રશ્નને લઈને ગ્રામજનો ચિંતિત બન્યા છે.

- text

બિસ્માર રસ્તા અંગે પાનેલી ગ્રામ પંચાયત , પાનેલી ગામના લોકોએ ધારાસભ્ય, સંસદસભ્ય અને ગાંધીનગર જઈ નીતિનભાઈ પટેલને રૂબરૂ અને લેખીતમા એક વરસ થયા રજુઆતો કરી કરી ને થાકી ગયા હોવા છતાં ખોટા આશ્વસન સિવાય કશુ મળ્યું નથી.

રોષે ભરાયેલ ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે, હવે તો આ લોકોને રજુઆત કરતા પણ અમને શરમ આવે છે, આ સંજોગોમાં ગ્રામજનોની નારાજગી રાજ્ય સરકારને લોકસભા ચૂંટણી સમયે મોંઘી પડનાર હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text