મોરબી : માત્ર અઢી કલાકમાં 1500થી વધુ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

- text


વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ નિમિતે તુલસીના રોપા વિતરણ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ : આવતીકાલે તુલસીનું પૂજન થશે

મોરબી : મોરબીમાં તુલસી વિવાહ નિમિતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલા તુલસી રોપા વિતરણ કાર્યક્રમને લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર અઢી કલાકમાં 1500થી વધુ તુલસીના રોપાનું વિતરણ થઈ ગયું હતું. ત્યારે આવતીકાલે તુલસી વિવાહના પ્રસંગે તુલસીનું પૂજન થશે. આ તુલસી રોપા વિતરણ કાર્યક્રમમાં મોરબી અપડેટ પણ સહયોગીની ભૂમિકામાં જોડાયું હતું.

- text

મોરબીમાં મયુર નેચર કલબ, ઇન્ડિયન લાયન્સ કલબ,મોરબી-ટકરા વન વિભાગ, મોરબી પ્રેસ ફ્રેન્ડ્સ કલબ અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે તુલસી વિવાહ અંતર્ગત મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે આવેલ સંદેશ બ્યુરો ઓફિસની નીચે તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તુલસીના રોપા વિતરણનો લાભ લેવા લોકોએ અદમ્ય ઉત્સાહ દાખવતા માત્ર અઢી કલાકમાં 1500થી વધુ તુલસીના રોપાનું વિતરણ થઈ ગયું હતું. આ તકે વન વિભાગ અને પર્યાવરણપેમીઓએ તુલસીનું આયુર્વેદિક દષ્ટિએ મહત્વ અને તેની જાળવણી વિશે ઉપયોગી માહીતી આપી હતી. હવે આવતીકાલે તુલસિ વિવાહ પ્રસંગે દરેક ધરે પરંપરા અનુસાર તુલસીનું પૂજન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, આ સસ્થાઓ દ્વારા છેલ્લા 4 વર્ષથી તુલસી વિવાહના અનુસધાને તુલસીના રોપાનું વિના મુલ્યે વિતરણ કરીને દરેક ઘરે તુલસીનું સ્થાપન કરી પૂજન થાય તથા તેનું આયુર્વેદિક મહત્વ સમજે તે માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આજના તુલસી વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા એમ.જી.મારુતિ, જીતુ ભાઈ ઠક્કર હર્ષદ ગામી , ભાવિપ્રસાદ રાવલ, ધનજીભાઈ કુંડારિયા, અનિલભાઈ બુદ્ધદેવ, કિશોરભાઈ પલણ ,જીતુભાઇ શાસ્ત્રી તથા વન વિભાગના અધિકારી અનિલભાઈ એરવાડીયા સાહેબ, કોરિગા સાહેબ તેમેજ મોરબી અપડેટ ટીમના ઋત્વિક અને મયુરભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે કિશોરભાઈ ચંડીભમમર અને ભગાબાપા (ગરુકૃપા હોટલ) સહિતના આગેવાનોએ મૂલાકાત લીધી હતી. તેમજ ખાસ મોરબી ટ્રાફિક પોલીસ સ્ટાફે પણ મુલાકાત લઈને તુલસીના રોપાનો લાભ લીધો હતો.

 

- text