મોરબીના સો ઓરડી ચકચારી ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

- text


તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકાયો

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા નામદાર અદાલતે બચાવપક્ષના એડવોકેટ દિલીપ અગેચણિયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોયાએ આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ધ પોતાના પિતાને ત્રિકમના હાથા વડે મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી જે અંગેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતો હતો.

- text

આ ચકચારી કેસમાં મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સમક્ષ બચાવપક્ષે એડવોકેટ દિલીપ અગેચણિયા દ્વારા ધારદાર દલીલો કરી પ્રત્યક્ષ પુરાવા રજૂ કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ જવાની સાથે સાથે સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ નિવેદન આપનાર વિપરીત જુબાની આપતા હોવાનું તેમજ ગુજરનારના પુત્રને પાછળથી ખબર પડેલ કે તેમના પિતાજીનું ખૂન ધીરજે કર્યું છે.

આમ, તમામ પુરાવા અને જુબાનીમાં ફરિયાદ પક્ષ તહોમતદારની સંડોવણી અંગેના પ્રત્યક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ જતા બચાવપક્ષે નિર્દોષને ખોટી સજા ન થવી જોઈએ તેવી દલીલ કરતા નામદાર અદાલતે આરોપી ધીરજ પરસોત્તમને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

- text