નવલખી ફાટક ખોટકાયું : ટ્રાફિક જામ

- text


રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન : પોલીસ ઘટના સ્થળે

મોરબી : મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલ નવલખી ફાટકમાં ફોલ્ટ સર્જાતા બંધ થયા બાદ લાંબા સમય સુધી ફાટક ન ખુલતા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

- text

જાણવા મળ્યા મુજબ સાંજના સમયે ટ્રેન પસાર થતા સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલ નવલખી ફાટક બંધ કરાયું હતું બાદમાં ટ્રેન પસાર થઈ જવા છતાં લાંબા સમય સુધી ફાટક ન ખુલતા વાહન ચાલકો ઉકળી ઉઠ્યા હતા.

જો કે નવલખી ફાટકમાં ટેક્નિકલ ફોલ્ટ આવી જતા અનેક કોશિશ છતાં ફાટક ન ખુલતા રેલવે સતાવાળાઓને જાણ કરવામાં આવી હતી, બીજી તરફ બન્ને તરફ વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક જામ નિવારવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

- text