વાંકાનેરના ચંદ્રપુરના ઉપસરપંચ સરપંચ બન્યા

- text


સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા મામલો હાઇકોર્ટેમાં પહોંચ્યો હતો : હાઇકોર્ટે અરજી ફગાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામપંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વસની દરખાસ્ત થયા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચતા છેલ્લા ઘણા સમયથી ગ્રામપંચાયત સરપંચ વગરની હતી જેમાં હાઇકોર્ટે સરપંચની અરજી ફગાવી દેતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચને વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સુપરત કરાયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ ઈસ્માઈલ ફતેભાઈ શેરસીયા વિરુદ્ધ ૧૧-૫-૨૦૧૮ ના રોજ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવતા સરપંચ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

બાદમાં હાઇકોર્ટે સરપંચ ઈસ્માઈલ ફતેભાઈ શેરસીયાની અરજી કાઢી નાખતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચંદ્રપુર ગ્રામપંચાયતના ઉપસરપંચ નિતિનભાઈ અમરસીભાઈ મઢવીને સરપંચ તરીકેનો ચાર્જ વિધિવત રીતે સોંપી આપ્યો હતો, જો કે ટુક સમયમાં જ ચંદ્રપુર ગ્રામ પંચાયતની પુનઃ ચૂંટણી યોજવામાં આવે તેવા સંકેતો પણ સાંપડી રહ્યા છે.

- text