મોરબીમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો

- text


મોરબી માળીયા અને ટંકારા વણકર સમાજ સંચાલિત સમાજવાડી ના લોકાર્પણની સાથે દાતાઓનું સન્માન અને સ્નેહમિલન યોજાયું

મોરબી:મોરબીના સામાકાંઠે નજરબાગ રોડ ભડીયાદ કાંટા સામે આવેલ મોરબી માળીયા અને ટંકારાના વણકર સમાજ સંચાલિત તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ સમાજવાડીનો લોકાર્પણ સમારોહ તથા દાતાઓનો સન્માન સમારોહ તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિવિધ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર રહેલા રાજ્યસભાના સાંસદ અને સંત સવૈયાનાથ સમાધિ સ્થળઝાઝરાંના મહંત શંભૂનાથ મહારાજના હસ્તે આ નવનિર્મિત હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પ્રંસગે તેમણૅ સમાજ વિભાજનમાંથી દૂર રહી દરેક જ્ઞાતિજનોને એકતા કાયમ રાખવા પર ભાર મુક્યો હતો.તેમજ આ સમાજવાડી આ વિસ્તારના શોષિત ,પીડિત,વંચિત,લોકસમૂહદાયો માટે આ સમાજવાદી વિસ્તરવી જોઈએ માત્ર આ સમાજવાડી દીવાલ બનીને ન એ પણ ચેતનાનો ધબકાર એમાંથી ઉધાંઘોષિત થવો જોઈએ અનુસૂચિત જાતિની પ્રત્યેક પેટાજ્ઞાતિ ઓ માટે આ સમાજવાદી ખરા અર્થમાં ખુબ ઉપયોગી બનવી જોઈએ તેવું તેમને જણાવ્યું હતું આશિર્વચન આપવા ઉપસ્થિત રહેલા બાંદ્રા સંત ઉગમ સાહેબ જન્મસ્થળ ના મહંત ગોરધન બાપા  એ પણ સમાજ ઉપયોગી કાર્ય ની સરહના કરી હતી

- text

આ સમારંભ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત દલિત સાહિત્યકાર,પૂર્વ અધિક કલેક્ટર હરીશ મંગલમ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમ ના આરંભે મોરબી માળીયા અને ટંકારા તાલુકા વણકર સમાજ ના પ્રમુખ ખીમજીભાઈ મકવાણા એ મહાનુભાવો નું શાબ્દિક પ્રવચન અને પરિચય આપી સમાજવાડી નિર્માણની પ્રારંભિક પ્રગતિ થી આજ સુધી ની વિગતો આપી હતી.સમાજવાદી નવનિર્માણ સમિતિના કો-ઓડીનીટર કે.કે.ભંખોડિયા એ ભૂમિકામાં અધૂરો સમાજવાડીના કામને પૂર્ણ કરવા યુવાનોને સાંકળીને કેવી પ્રતિકૂળતાઓ નો સામનો ફરીને સફળતા પ્રાપ્ત કરી તેની વિગતવાર માહિતી આપી હતી આ સમગ્ર કાર્યક્મનું સંચાલન ઉષાબેન જાદવ અને ડો.રાજેશ મકવાણાએ કર્યુંહતું અને આભાર વિધિ જે.ડી. સોલંકીએ કરી હતી આ કાર્યક્રમમાં સિનિયર કર્મઠ કાર્યકર્તાઓનું અને સમાજ વાડીમાં સહાયક બનેલા યુવાનોનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.જે.ડી.વાઘેલા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 

- text