મોરબીના સો ઓરડીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ

- text


તંત્ર નીઘોર બેદરકારી ના કારણે સ્થાનિકો ને જાતે કરવી પડતી ગટરની સફાઈ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડીમાં ભૂગર્ભ ગટરની સમસ્યાએ માઝા મૂકી છે અને આ વિસ્તારમાં શેરીએ-શેરીએ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે આમ છતાં પણ તંત્ર ધ્યાન આપતું ન હોવાથી સ્થાનિક લોકોને જાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરવી પડે છે ત્યારે તંત્રને થોડીઘણી શરમ બચી હોયતો આ વિસ્તારની ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
મોરબીના સામાકાંઠાના સો ઓરડીમાં રહેતા લોકોએ રોષભેર જણાવ્યુ હતુંકે,અમારા સો ઓરડી વિસ્તારમાં શેરીએ-શેરીએ ગટર ઉભરાઈ રહી છે.જોકે વર્ષોથી સો ઓરડીમાં ગટર ઉભરાવાની સમસ્યા છે.જોકે અગાઉ ભૂગર્ભ ગટર નાખી હોવા છતાં ગટર ઉભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.કારણકે,ભૂગર્ભ ગટરમાં સાંકડા પાઇપ નાખવાથી આ સમસ્યા ઠેરની ઠેર રહી છે.તેમાંય આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર ઓરમાયું વર્તન દાખવતું હોવાથી હમણાંથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા વકરી રહી છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર ગટરની સમસ્યા ઉકેલવામાં ભારે નિભંરતા દાખવતું હોવાથી રોગચાળો ન ફેલાય તે માટે સ્થાનિક લોકોને જાતે જ ગટરની સફાઈ કરવી પડે છે.ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે આ વિસ્તારની ગટર ની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

- text