હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે વજનમાં છેતરપિંડી

- text


એપીએમસીમાં પાકા બીલ તેમજ વજન ફેરફાર થતો હોવાના આક્ષેપ સાથે સેક્રેટરીને અપાયું આવેદનપત્ર

હળવદ : હળવદ એપીએમસી ખાતે કિસાન એકતા સમિતિ દ્વારા હળવદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પાકા બીલ તેમજ વજનમાં ફેરફાર થતો હોવાના આક્ષેપ સાથે એપીએમસીના સેક્રેટરીને લેખિતમાં ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર પાઠવ્યું હતું અને દિવસ આઠમાં આ પ્રશ્ન હલ કરવાની માંગ કરી હતી.

ઝાલાવાડ તેમજ મચ્છોકાંઠામાં અગ્રેસર રહેતા હળવદ માર્કેટીંગ યાર્ડમાં હળવદ સહિત બહારના તાલુકાના પણ ખેડૂતો પોતાની જણસ વેંચવા આવતા હોય છે. ત્યારે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પાકા બીલ તેમજ તોલમાં ફેરફાર થતો હોવાના આક્ષેપ સાથે કિસાન એકતા સમિતિ દ્વારા લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવ્યા મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાક વેંચાણ કરતા હોય અને વેપારી – દલાલ પાકા ઈનવોઈસ બીલ ન આપતા હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો સાથો સાથ ખેડૂતો પોતાનો માલ વેંચવા આવે તો વજન કરવામાં આવે છે અને ત્યારબાદ પણ ૧૦૦ ગ્રામ વજન એપીએમસીના વેપારીઓ વધુ લે છે.

- text

આવી જ રીતે જ હળવદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને હેરાન – પરેશાન કરવામાં આવે છે. ઉપરોકત બન્ને માંગોનું આઠ દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો હળવદ એપીએમસીને તાળા બંધી કરવાની ચીમકી કિસાન સંઘ એકતા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શકિતસિંહ ઝાલાએ ઉચ્ચારી હતી. આ તકે સુરેન્દ્રનગર કિસાન એકતા સમિતિના પ્રમુખ નરશીભાઈ પટેલ, હળવદ પ્રમુખ કાંતિભાઈ પરમાર તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.

- text