હળવદમાં ભેદી રોગચાળામાં સપડાયેલા ૮૮પ પશુઓનું રસીકરણ કરાયું

- text


૧૪૩ પશુઓની સારવાર : ર૪રપ પશુઓને ડીવરમીંગની દવા અપાઈ : ડો.નાયપરા

હળવદ : હળવદ શહેરમાં ઘેટા – બકરાના ભેદી રોગચાળાથી ટપોટપ મોત થવાના બનાવમાં ગતરાત્રીના જ પશુપાલન ખાતું સક્રિય બન્યું હતું અને મેડીકલની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયું હતું. જયારે આજે રાજકોટ તેમજ મોરબીથી પશુ ચિકિત્સકો હળવદ દોડી આવ્યા હતા. મૃતક પશુના વિસેરા લેવાની સાથે રોગચાળાનો ભોગ બનેલ ઘેટા – બકરાને રસીકરણ કરવામાં આવ્યું હતું.
હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તાર, ભવાનીનગર વિસ્તાર, જીઆઈડીસી વિસ્તારમાં પશુ ડોકટરની ટીમો દ્વારા ઘેટા – બકરાની યોગ્ય તપાસ કરી સારવાર આપી હતી.જેમાં ૮૮પ પશુઓને રસી મુકવામાં આવી હતી. જયારે ૧૪૩ પશુઓને સારવાર તેમજ ર૪રપ પશુઓને ડીવરમીંગની દવા અપાઈ હતી. આ તકે ડો.સરોડીયા, ડો.જેટીયા, ડો.દલસાણીયા, ડો. ગોસ્વામી, ડો.નગા, ડો.નાયપરા સહિત પશુ ડોકટરોની ટીમ દ્વારા રસીકરણ તેમજ તપાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text