મોરબીમાં મગફળી ખરીદી કેન્દ્રની જાત મુલાકાત લેતા ધારાસભ્ય મેરજા

- text


મોરબી : જિલ્લાના ખેડૂતોની મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ જાત મુલાકાત લઈ ખેડૂતોની વેચાણમાં પડતી મુશ્કેલી અને ખરીદ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સેવતી અનિર્ણાયક સ્થિતિ અંગે સ્થળ પર ચર્ચા કરી સાંજના 5વાગ્યા સુધી મગફળી ખરીદવાનું હજુ કેમ શરૂ કર્યું નથી તેવા વેધક પ્રશ્ન સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ અન્ન નિગમના અધિકારીઓ સાથે ખુલાસો માંગી સ્થળ સ્થિતિ જાણી હતી.
ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સવારથી તડકામાં આ રીતે બેસાડી રાખવા અને સાંજે સુધી ખરીદી ન કરવી તે ક્યાંનો ન્યાય ? ઉપરાંત ખેડૂતોએ બારદાન માં ૩૦ કિલોની ભરતીનો જે આગ્રહ રાખ્યો છે. તે મંજૂર રાખવા તેમજ ૬૦ ગ્રામ ના ઉતારાની ખેડૂતોની વ્યાજબી માંગણી પણ માન્ય રાખવા સ્થળ પરના અધિકારીઓને તાકીદ કરી હતી. સાથોસાથ એક બારદાન પેટે ૧ કિલો મગફળી વધુ ભરવાનો ખરીદી કેન્દ્રનો આગ્રહ પણ ગેર વ્યાજબી છે. કારણકે એક બારદનનું વજન ૧ કિલ્લો ગ્રામ નું ઓછું હોય છે. ધારાસભ્ય એ સ્થળ ઉપર વજન કરાવતા એક બારદાન નું વજન ૬૮૦ ગ્રામ માલૂમ પડ્યું. તો બીજા બારદાન નું વજન ૫૨૦ ગ્રામ માં માલૂમ પડયું. તો ત્રીજા બારદાનનું વજન ૬૪૦ ગ્રામ માલૂમ પડ્યું. આ જોતાં બારદાન નું એવરેજ વજન ૫૦૦ ગ્રામથી વધુ ન હોઇ શકે . એટલે ૧ કિલ્લો વધુ મગફળી બારદાનમાં ભરી ને ખેડૂતોની થતી લૂંટ અટકાવવા પણ અધિકારીઓ પાસે ધારાસભ્ય એ ખેડૂતો ના હિતમાં હથગ્રહ સેવ્યો હતો. તદ્ઉપરાંત ખરીદ કેન્દ્ર ઉપર ખુલ્લો ઢગલો કરીને મગફળી ની ગુણવતા તપાસવાની પદ્ધતિ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. સાથેસાથે ખેડૂતો માટે ખરીદી કેન્દ્ર ઉપર છાયાની વ્યવસ્થા કરવા તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવા જેવી પ્રાથમિક સુવિધા ઓ આપવા પણ માંગણી કરી હતી.

- text

- text