માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતો આકરેપાણીએ : 19મી એ મહારેલી અને ઉપવાસ આંદોલન

- text


અગાઉની લડત છતાં કેનાલમાં અપુરુતું પાણી છોડતા ખેડૂત હિત રક્ષક સમિતિએ કલેકટરને આવેદન આપી એલાને જંગ છેડ્યો

મોરબી:માળીયાતાલુકાના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા મામલે ખેડૂતોએ અગાઉ લડત ચલાવ્યા છતાં સરકારે કેનાલમાં અપૂરતું પાણી છોડતા ખેડૂતો આગબબુલા થઈ ગયા છે અને ખેડૂતોએ ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપી તા 19મીએ માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે મહારેલી અને ઉપવાસ આંદોલન કરવાનું એલાન કર્યું છે

- text

માળીયા તાલુકા નર્મદા નહેર શાખા ખેડૂત હિતરક્ષક સમિતિએ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપીને જણાવ્યું હતુંકે અગાઉ આ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ કેનાલમાંથી સિંચાઈના પાણીની માંગ સાથે જોરદાર લડત ચલાવી હતી અને મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરવા છતાં ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી કેનાલમાં અપૂરતું પાણી છોડીને પાણી ઘટાડવાના આદેશો આપતા ખેડૂતો ઉકળી ઉઠ્યા છે કારણકે ખરીફપાકમાં નિષ્ફ્ળતા બાદ હવે અપૂરતું પાણી છોડવાથી રવિપાકને પૂરતું પાણી મળી ન શકે તેમ હોવાથી ખેડૂતોની ગંભીર સ્થિતિ સર્જાઈ છે તેથી આબબબતે સરકારને ઢંઢોળવા માટે આ સમિતિના નેજા હેઠળ ખેડૂતો આંદોલન કરશે જેમાં તા.19ના રોજ સવારે ખેડૂતો ખાખરેચી ખારવાડથી વેણાસર રોડ ઉપરથી થઈ માળીયા બાન્ચ કેનાલ સુધી રેલી કાઢશે અને તા.19થી ત્રણ દિવસ સુધી પ્રતીક ઉપવાસ કરશે તેમ ખેડૂત હિતરક્ષક સમિતિની યાદીમાં જણાવ્યું હતું.

- text