હળવદના મયુરનગર ગામે વીજ ચોરી ઝડપાઈ : ર.૮૪ લાખનો દંડ ફટકાર્યો

- text


વીજ ચોરી અટકાવવા જુદીજુદી છ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરાતા પંથકમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી

હળવદ : હળવદ પંથકમાં પીજીવીસીએલની જુદીજુદી છ ટીમો વીજ ચેકીંગ માટે ઉતરી આવી હતી જેમાં તાલુકાના મયુરનગર ગામે વાડી વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરાતા બે વીજ કનેકશનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને રૂ.ર.૮૪ લાખનો દંડ ફટકારાતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

- text

પીજીવીસીએલ દ્વારા હળવદ પંથકમાં વીજ ચોરી અટકાવવા જુદીજુદી છ ટીમો બનાવી પંથકમાં ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં હળવદ તાલુકાના મયુરનગર ગામની વાડી વિસ્તારમાં પણ વીજ કર્મીઓ દ્વારા વિવિધ વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા વીજ ચેકીંગ દરમિયાન દેવદાન ભગાભાઈ ડાંગર અને જયેશભાઈ ધીરૂભાઈ ડાંગરના વાડી વિસ્તારના વીજ જાડાણમાં ગેરરીતિ જણાતા વીજ ચોરી કરાતા હોવાનું વીજ કર્મીઓના ધ્યાને ચડતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસના અંતે બન્ને શખ્સોને રૂ.ર.૮૪ લાખનો દંડ ફટકારાતા પંથકમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. આ વીજ ચેકીંગની કામગીરીમાં એ.આર. કોરડીયા, ડી.કે.હડીયલ, આઈ.એમ.મોઢ, બી.આર.પરમાર સહિતના પીજીવીસીએલના કર્મચારીઓ જાડાયા હતા.

- text