હળવદના મયુરનગરમાં ટ્રેકટર ઉપરથી પડતા મહિલાનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે ગઈકાલે ટ્રેકટર પાછળ બેસી ખેતીકામ કરતા શ્રમિક મહિલાનું ટ્રેકટર ચાલકની લાપરવાહીને કારણે મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મયુરનગર ગામે પોલા માંડણભાઇ ચાવડાની વાડી પાસે મૂકેશભાઇ દેવદાનાભઇ ડાંગર રહે. મયુરનગર તા હળવદ જી.મોરબીવાળના ટ્રેકટર પાછળ હળ ઉપર બેસીને કામ કરી રહેલ રેખાબેન નીચે પડી જતા જમણા હાથે તથા જમણા કાન ઉપર ગંભીર ઇજા થતા મોત નીપજતા આ મામલે તેમના પતિ કરણભાઇ ધનાભાઇ ભાંભર, ઉ.વ. ૩૦ ધંધો ખેત મજુરી રહે-હાલ મયુરનગર (પોલાભાઇ માંડણભાઇ ચાવડાની વાડીએ) તા હળવદ જી મોરબી મૂળ રહે નવાપરા તા-રામા જી.જાંબુઆ (મધ્યપ્રદેશ ) વાળાએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

- text