વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બપોર બાદ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ

- text


ખેડૂતો વહેલી સવારથી જ મગફળી લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા પરંતુ ક્વોલિટી ચેક માટે અધિકારી બપોર પછી આવતા બપોરે સાડા ત્રણ પછી ખરીદી ચાલુ થઈ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદી આજથી ચાલુ કરવામાં આવેલ છે. જે ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલ હતું તેમાંથી 1 થી 50 નંબરને એસ.એમ.એસ દ્વારા આજે ખરીદી માટે કહેવામાં આવેલ પરંતુ તેમાંથી માત્ર 25 ખેડૂતો જ પોતાની મગફળી વેચાણ કરવા આવેલ. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ અધિકારી મોરબી મીટીંગમાં વ્યસ્ત હોય બપોર પછી આવતા બપોરે 3:30 એ ખરીદી ચાલુ કરવામાં આવેલ.

- text

આ મગફળીની ખરીદી વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા ની હાજરીમાં મહેશ્વરી સાહેબ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મોરબી, ભરતભાઇ ચાવડા ક્વોલિટી ચેક કેલેક્સ કંપની, ડી.આઈ.વાઘેલા, પૂરવઠા ગોડાઉન મેનેજર, વી.વી.ડુંડ નાયબ મામલતદાર પુરવઠા, જે.આર.રાઠવા વિસ્તરણ અધિકારી ખેતી, રસુલભાઈ કડીવાર વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પ્રમુખ, યુ.આઈ.પરાસરા અને વી.એમ.જાની વિગેરે ની ટીમે ટેકાના ભાવે મગફળી ખરીદીની કાર્યવાહી કરેલ.

- text