ટંકારાના હડમતિયામા બુઝુર્ગોઅે સ્વચ્છતા અભિયાન હાથ ધરી યુવાનોને શરમાવ્યા

- text


નિવૃતિમય જીવન ગાળતા બુઝુર્ગોઅે સાવરણા પકડતા શરમના માર્યા યુવાનો નીચા મોંઅે થયા રફુચક્કર

ટંકારા : હડમતિયામા અવાર નવાર સ્વચ્છતાને લગતી ઝુંબેશ અમુક જુજ યુવાનો દ્વારા થઈ રહી છે ત્યારે પાદરમાં બેસી પાન પાર્લર ઉપર પાન-માવાની પિચકારીઅો મારતા અને દિલ્હી સુધીનું જાણે પોતે મેનેજમેન્ટ કરતા હોય તેમ વાતોની ડંફાસો મારતા યુવાનોને આજ નિવૃતિમય જીવન ગાળતા બુઝુર્ગોઅે ગામના યુવાનોને સ્વચ્છતાના જાણે પાઠ ભણાવ્યા હોય તેમ ગામઠી ભાષામા કહીઅે તો સફેદ મિલિટ્રીઅે સાવરણા પકડી જાતે સરકારી સ્કુલ, ડિસ્ટ્રીક્ટ કો અોપરેટીવ બેંકની આજુબાજુમા રહેલ પ્લાસ્ટીક, વૃક્ષોના પાન, પાન-માવાની પિચકારીઅોની સ્વચ્છતા કરી આજના યુવાનોને બતાવી દીધુ હતું કે અમે ભલે બુઝુર્ગો રહ્યા પણ ” વહી જોશ અૌર અંદાઝ પહેલે ભી થા અૌર આજ ભી હૈ અૌર જિંદા રહે તો કલ ભી રહેંગા” આ પંકિતને સાર્થક કરતા ત્યાં સ્વચ્છતા કરતા બુઝુર્ગોને જોઈ યુવાનો શરમના માર્યા પલાયન થઈ ગયા હતા.

- text