જલારામ જયંતિ પ્રસંગે ગરીબોને ભોજન કરાવતું રોયલ રઘુવંશી ગ્રુપ

- text


રોયલ રઘુવંશી ગૃપના યુવાનો દ્વારા જલારામ માર્ગે ચાલીને જ કરાઈ જલારામ જયંતિની ઉજવણી

મોરબી : જ્યાં ટુકડો ત્યાં હરી ઢૂકડો” જીવનસૂત્રને ચરિતાર્થ કરતાં સંત શિરોમણી પૂજ્યશ્રી જલારામ બાપાની 219 મી જન્મ જયંતી નિમિત્તે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા મોરબી દ્વારા અલગ-અલગ વિસ્તારની ઝૂપડપટ્ટીઓમાં 1500થી વધારે ગરીબ લોકોને ભાવપૂર્વક જમાડવામાં આવ્યા હતા.

પૂ.જલારામબાપાની જન્મજયંતિ નિમિતે રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા કઢી ખીચડી તેમજ શાકની વ્યવસ્થા ગૃપ દ્વારા કરવામાં આવી હતી જ્યારે બુંદી ગાંઠીયા અને રોટલા સમાજમાં ઘરે ઘરે થી આવે અને લોકો ઉત્સાહપૂર્વક આ પ્રોજેક્ટમાં જોડાય એવી ગૃપ દ્વારા સમાજના તમામ લોકોને વિનંતી કરવામાં આવી હતી. રોયલ રઘુવંશી ગૃપની આ હાકલને ઝીલીને ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ દરેક જ્ઞાતિના લોકોએ આ કાર્યમાં જોડાઈ ને સામાજિક સદભાવ તેમજ જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રોયલ રઘુવંશી ગૃપને આ પ્રોજેક્ટ માટે લોકો પાસેથી અપેક્ષા કરતાં પણ વધુ સહયોગ મળ્યો હતો. કુલ 1000 થી વધુ બાજરાના રોટલા તેમજ 300 કિલો જેટલા ગાંઠીયા અને 250 કિલો જેટલી બુંદી લોકોએ આ સેવાના કામમાં આપી હતી.

- text

ઉલ્લેખનિય છે કે ગૃપ દ્વારા આ કાર્ય માટે બહારથી કોઈપણ પ્રકારનો આર્થિક સહયોગ લેવામાં નહોતો આવ્યો. લોકોને માત્રને માત્ર વસ્તુ આપીને જ મદદ કરવા અપીલ કરી હતી. રોકડ રકમના અસ્વીકારને લોકો દ્વારા વધાવવામાં આવ્યો હતો. રોયલ રઘુવંશી ગૃપએ મોરબીના ઉચ્ચ શિક્ષિત લોહાણા યુવાનોનું એક એવું સર્જનાત્મક ગૃપ છે જે મોરબીમાં રઘુવંશી સમાજના શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશિલ છે. આ મેગા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જેમણે પણ સહાય કરેલ તેમનો રોયલ રઘુવંશી ગૃપ આ તકે અંત:કરણ પૂર્વક આભાર પ્રકટ વ્યક્ત કર્યો હતો.

- text