ટંકારામાં જલારામ જયતિની પ્રેરણાદાયી ઉજવણી

- text


ટંકારા:  ટંકારામાં લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા સંત શિરોમણી પૂ જલારામબાપાની219 મી જન્મ જ્યંતીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટંકારા લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા જલારામ જયતીએ દરેક વિસ્તારના ભૂલકાઓ ને 700 નંગ પફ સેન્ડવીચ તેમજ 700 નંગ બિસ્કિટ વિતરણ કરીને જલારામબાપાના જીવનસુત્ર ‘જ્યાં રોટલા નો ટુકડો ત્યાં હરિ  ઢુંકડો ‘ને ચરિતાર્થ કરવાનો અનેરો પ્રયાસ કરાયો હતો.

- text