વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશીદારૂ ભરેલો ટ્રક ઝડપાયો

આર.આર.સેલની ટીમ દ્વારા કાર્યવાહી : ૨૦૦ પેટી જેટલો દારૂ અને ટ્રક સહિતનો મુદામાલ જપ્ત

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર.આર.સેલની ટીમ દ્વારા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ લાખો રૂપિયાના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી આર.આર.સેલ. પી.એસ.આઈ. એમ.પી.વાળા, રામભાઈ મંડ, સુરેશભાઈ હુંબલ, કુલદિપસિંહ ચુડાસમા, કૌશિકભાઇ અને મોગલભાઈ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રીથી રાજકોટ તરફ જતા ટાટા ટ્રક નંબર એમએચ-૦૪-ઈવાય-૮૭૫૭ ને ઝડપી પાડી  ડ્રાઇવર સુનિલકુમાર વિદેશી યાદવ રહે. ઉત્તરપ્રદેશ વાળાની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલ છે.

હાલમાં દારૂના જથ્થાની ગણતરી ચાલુ છે અને અંદાજે ૨૦૦ પેટી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે અને ડ્રાઇવરની અટકાયત કરી આ વિદેશીદારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે બાબતની વધુ તપાસ આર.આર.સેલ એમ.પી.વાળા ચલાવી રહ્યા છે.