વાંકાનેરમાં પાર્ક કરેલા દસ ટ્રકોમાંથી ડિઝલ અને બેટરીની ચોરી !

- text


દસ ટ્રકમાંથી ચાર હજાર લીટર ડીઝલ ચોરાયું : સવારે ૮ વાગ્યે પોલીસને સો નંબર પર જાણ કરવા છતાં ૧૨ વાગ્યા સુધી પોલીસ ન દેખાઈ

વકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ક્યુટોન સીરામીક કારખાનામાં ગત મોડી રાત્રે આવેલ ટ્રકોએ ગેટમેનની જમા કરાવી કારખાનાની બહાર આવેલ પાર્કિંગમાં પોતાની ટ્રકો પાર્ક કરી ચોકીદારોના ભરોસે મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે રાત્રે અંદાજે ત્રણ થી ચાર વાગ્યાના ગાળામાં આ પાર્ક કરેલી દસ જેટલી ટ્રકોમાંથી ડિઝલની ચોરી કરવામાં આવેલ અને આ ચોરીમાં કોઈ વાહનદ્વારા મોટર મુકી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાની શંકા સેવાઇ રહી છે આ બધી ટ્રકો માંથી અંદાજિત ૪૦૦૦ લીટર જેટલું ડીઝલ ચોરી થવા પામેલ છે એક રાજસ્થાની ટ્રકમાંથી ડીઝલ ઉપરાંત બંને બેટરી પણ ચોરાઈ ગયેલ હોય તાત્કાલિક નવી બેટરીનો ખર્ચ કરવો પડેલ છે અંદાજિત ૧૦ જેટલી ટ્રકોમાંથી ડીઝલ ટાંકીમાંથી ડીઝલ સંપૂર્ણપણે ચોરાઇ જતા ડ્રાઇવરોમાં રોષ ફેલાયો હતો.

- text

વાંકાનેરમાં ડીઝલ ચોરીના બનાવો અગાઉ પણ થઈ ગયા છે પરંતુ મોટાભાગના ટ્રકો બહારના રાજ્યના હોવાથી ડ્રાઈવરો થોડી વાર હેરાન થઈ જતા રહે છે. મોટાભાગના ડ્રાઇવરો પરપ્રાંતિયો હોવાથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે અને ચોરોને ફરિયાદ કરવાવાળું કોઈ ન હોય ડીઝલ ચોરી માટે મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે આજે થયેલ આ ચોરીમાં આંધ્ર પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત એક ટ્રક ગુજરાતનો હોય ડ્રાઈવરે હિંમત કરી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરેલ છે. આવા ડીઝલ ચોરીના બનાવો અવાર-નવાર બનતા હોવા છતાં સિરામિક કારખાનાના માલિકો કે સિક્યુરિટી તરફથી ટ્રક ડ્રાઇવરોને કોઈ સહકાર ન મળતો હોવાથી ટ્રક ડ્રાઈવરોમાં રોષ જોવા મળેલ છે

ગુજરાતના ટ્રક નંબર જીજે ૧૨ સીટી ૦૪૩૯ ના ડ્રાઇવર કેર અલીમામદ હાજીઉસ્માન રહે. માંડવી વાળાએ સવારે આઠ વાગ્યે આ બાબતની જાણ ૧૦૦ નંબર પર પોલીસને કરેલ પરંતુ બપોરના ૧૧:૩૦ સુધી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી ત્યાર બાદ પત્રકારોને જાણ થતા ત્યાં ડ્રાઇવરોની રૂબરૂ મુલાકાત બાદ ટ્રક ડ્રાઇવરને વાંકાનેર સીટી પીઆઇ નો મોબાઈલ નંબર આપતા ડ્રાઇવર દ્વારા ડીઝલ ચોરીના બનાવની જાણ સીટી પીઆઇ ને કરી ત્યારબાદ વાંકાનેર સિટી પીઆઇ બી.ટી.વાઢીયા દ્વારા પોલીસ સ્ટાફ ને જરૂરી સૂચના અપાતા તાત્કાલીક પોલીસે બનાવ સ્થળની મુલાકાતે આવેલા.નેશનલ હાઈવે પર ડીઝલ ચોર ગેંગ સક્રિય થઇ હોય પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને ડીઝલ ચોર ગેંગને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

- text