વાંકાનેરના લુણસરીયામાં બાવળ કાપવા મુદ્દે લાકડીઓ ઉડી

- text


વાડીના રસ્તો સાફ કરવા જેસીબીથી કામ કરતી વેળાએ શેઢા પાડોશી ઝઘડ્યા : સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા ગામે વાડીના રસ્તા ઉપર બાવળ કાપવા મુદ્દે બે શેઢા પાડોશીઓ બાખડતાં લાકડી, પાઇપ અને કુહાડા ઉડ્યા હતા અને સામસામી ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લુણસરીયા ગમે પોતાની વાડીનો રસ્તો જેસીબીથી સાફ કરાવી રહેલા ગુલાબહેદરભાઇ હુસેનભાઇ પરાસરા, ઉવ.૩૦ ધંધો.ખેતી રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી વાળને (૧) ગનીભાઇ વલીમામદભાઇ શેરસીયા જાતે મોમીન ઉવ.૪૦ ધંધો.ખેતી (૨) હાજીભાઇ વલીમામદભાઇ શેરસીયા જાતે મોમીન ઉવ.૪૨, ધંધો.ખેતી રહે.નવા લુણસરીયા તા.વાકાનેરવાળાએ ઝઘડો કરી લાકડીથી માર મારી માથામાં કુહાડી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે હાજીભાઇ વલીમામદભાઇ શેરસીયા, ઉવ.૪૨ ધંધો.ખેતી રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાએ પણ બાવળ ઉપરથી કાપવાનું કહેતા (૧) ગુલાબહેદર હુસેનભાઇ પરાસરા, ઉવ.૩૦ ધંધો.ખેતી (૨) જાહીદભાઇ હુસેનભાઇ પરાસરા, ઉવ.૨૮ધંધો.ખેતી અને (૩) વલીમામદભાઇ ઉસ્માનભાઇ શેરસીયા, ઉવ.૫૪ ધંધો.ખેતી રહે.બધા નવા લુણસરીયાવાળાઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે બને પક્ષની ફરિયાદ નોંધી વિધિવત તપાસ શરૂ કરી છે.

 

- text