મોરબીમાં રાત્રિબજાર બંધ કરાવી સપાટો બોલાવતી પોલીસ

- text


ગઈકાલે નહેરુગેટ ચોકમાં ધંધાર્થીઓ વચ્ચે બબાલ બાદ તમામ પોલીસ સ્ટેશનોમાં રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવાયું

મોરબી : મોરબી શહેરમાં રાત આખી ખુલ્લે રહેતી રાત્રી બજારમાં આવારાતત્વોના ધામા અને ચોરીના વધતા બનાવો વચ્ચે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ રાત્રિબજાર બંધ કરાવવા કડક સૂચના આપતા આજે મોરબીમાં પોલીસ મેદાને આવતા જ ૧૨ વાગ્યે સન્નાટો વ્યાપી ગયો હતો.

મોરબીમાં વધતા જતા ચોરીના બનાવોને ધ્યાન માં રાખી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરી અને મોરબીના નહેરૂગેટ ચોક થી લઇ શનાળા બાયપાસ સુધીની તમામ નાસ્તાવાળાઓ અને લારી ગલ્લાવાળાઓ પર તવાઈ ઉતારવામાં આવી હતી,
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા કલેક્ટરને જાગૃત નાગરિકની લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી આમ છતાં આખી રાત્રી ધમધમતા નહેરુ ગેટ ચોક, જમાદારશેરી, સિપાઇવાસ,
મોરબી પ્લાઝા, શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ જવાનોની મીઠી નજર હેઠળ ધંધા ચાલુ રહેતા હતા.

- text

દરમિયાન ગતરાત્રીના એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા ફ્લાઈંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નહેરુગેટ ચોકમાં સરા જાહેર નાસ્તા વાળાઓ ખુલ્લા જોઈ જતા એસપી વાઘેલા દ્વારા નાઈટ પેટ્રોલીંગના અધિકારીઓને સમયસર લારી ગલ્લા બંધ કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી સાથે જ રાત્રીના નીકળતા નિશાચરો પોતાની સાથે એક ચોક્કસ ધ્યેય લઈને નીકળે છે અને પોતાનો ઈરાદો પાર પાડતા હોય, એસપી દ્વારા આવારા તત્વોને ભો ભીતર કરવા કડક સૂચના આપતા એ ડિવિઝન વિસ્તારના પીએસઆઈ એમ.વી.પટેલ, શેખર રબારી, અજીતસિંહ પરમાર, રસિકભાઈ પટેલ, મણિલાલ ગામેતિ સહિતનો પોલોસ કાફલો આજે નહેરુગેટ ચોકથી લઇ નવા બસ્ટેન્ડ, રવાપર રોડ, ગાંધી ચોક, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ખુલ્લી રહેતી લારી ગલ્લા બંધ કરાવ્યા હતા અને ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.

નોંધનીય છે કે ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસવડા સરપ્રાઈઝ ચેકીંગમાં નીકળ્યા ત્યારે જ નહેરુગેટ ચોકમાં ધંધાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી જેને પગલે આજથી પોલિસ કડક બની છે. જો કે તહેવારોના દિવસોમાં પોલીસે તમામ ધંધાર્થીઓને મોડે સુધી પોતાના વ્યવસાય ધંધા ચાલુ રાખવા દીધા હતા ત્યારે હવે લોકોએ પણ શાનમાં સમજી જવું જોઈએ તેવું પોલીસ વર્તુળો જણાવી રહ્યા છે.

- text