મોરબીમાં એલિટ સ્કૂલ દ્વારા દિવાળીની પ્રેરણાદાઇ ઉજવણી

મોરબી : એલિટ સ્કુલ અને કોલેજની વિચારધારા એટલે સર્વેના વિકાસની વિચારધારા. આપણો દેશ તહેવારો અને ઉત્સવોનો દેશ છે. તમામ ધર્મના લોકો આ તહેવારોને રંગેચંગે ઉજવે છે. પરંતુ ઘણા લોકો પોતાની નબળી આર્થીક પરીસ્થીતીને કારણે આ તહેવારો ઉજવી શકતા નથી. ત્યારે એલિટ સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આર્થિક ભંડોળ એકઠું કરી આ ભંડોળ માંથી ૪૦૦ કીલો ગાઠીયા, ચવાણું અને શુદ્ધ ઘી નો મોહનથાળ બનાવડાવીને મોરબીના શહેરના આર્થીક રિતે પછાત વિસ્તારોમાં જઈને જરૂરીયાત મંદોને ફુડ પેકેટ આપી તેમજ નાના ભુલકાઓને ફટાકડા વહેંચીને ખરા અર્થમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે એલિટ પરીવારના પ્રમુખશ્રી શૈલેસભાઇ કલોલા સાહેબના વિચારને સાર્થક કરવા બદલ દરેક વિદ્યાર્થીઓ, વાલિઓ તેમજ સ્ટાફગણનો આર્થિક ભંડોળ એકઠું કરવામાં મદદ કરવા બદલ કોલેજના પ્રીન્સીપાલશ્રી ભાવેશભાઇ ચાડમીયાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.