મોરબી જલ્લાનાં ત્રણ યાર્ડમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

- text


મગફળીની ખરીદીનું વિડીયોગ્રાફીથી નિરીક્ષણ કરાશે

મોરબી :જિલ્લાના મોરબી,વાંકાનેર અને હળવદ એમ ત્રણ યાર્ડમાં આવતીકાલથી ખરીદી શરૂ થશે.14 તારીખ સુધીમાં કુલ 2045 જેટલા ખેડૂતો ની ઓનલાઈન નોંધણી થઈ છે. અને આગામી 30 મી સુધી નોધણી ચાલુ રહેશે. હેકટર દીઠ 1836 કિલોની મર્યાદા રાખવામાં આવી છે તો એક ખેડુત વધુમાં વધુ 2500 કિલોગ્રામ મગફળી જ વેચી શકશે.

રાજ્ય સરકાર દ્વારા 15મી થી મગફળીની નવા ટેકાના ભાવે ખરીદી કરવાના આદેશને પગલે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.વિવિધ વિભાગનાં અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે.લાંબા સમયથી ઓનલાઇન નોધણી ચાલી રહી છે 14મી તારીખ સુધીમાં કુલ 2045 ખેડૂતની નોધણી થઈ હતી.જેમાં મોરબીમાં 1871 વાંકાનેરમાં 195 અને હળવદ 978 ખેડૂતોની નોધણી થઈ છે. આગામી 30 મી સુધી ઓનલાઈન નોધણી ચાલુ રહેશે.

- text

ખરીદી પ્રક્રિયાની વિડીયો ગ્રાફી થશે ત્રણેય કેન્દ્રમાં થતી ખરીદીમાં કોઈ ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાઈ અને કોઈ વિવાદ થાય તો સાબિતીનાં ભાગરૂપે વિડીયોગ્રાફી કરવામાં આવશે.

 

- text