વાંકાનેરમાં ઉધારમાં બેલેન્સ નાખવાની ના પાડતા માથું ફોડી નાખ્યું

- text


વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે મોબાઈલની દુકાન ધરાવતા અજયગીરી રમેશગીરી ગોસ્વામી, ઉ.વ ૨૯ ધંધો વેપાર રે.ભાટીયા સો.સા મોજીલા હનુમાન વાળી શેરી ચંદ્રપુરવાળને ઉધારમાં મોબાઈલ બેલેન્સ નાખવાનું કહેતા ના પાડતા આરોપી (૧) મીલન રાજગોર (૨) કુલદીપ ડાભી (૩) મહેશ ખાંડેખા રહે.ત્રણેય વાંકાનેર અને એક અજાણ્યા માણસે ઢીકા પાટુનો મારમારી ઝપાઝપી કરતા માથામાં લોહી ફુટ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text