વાંકાનેર સીટી પીઆઇ ફરી વિવાદમાં સપડાયા

- text


કોળી યુવાન હત્યાકેસની તપાસ દરમિયાન સાક્ષીઓને ધમકાવતા અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ સાથે વિશાળ રેલી

વાંકાનેર : સતત વિવાદોમાં ધેરાયેલ રહેતા વાંકાનેર સીટી પીઆઇ દ્વારા કોળી યુવાન હત્યાકેસ પ્રકરણમાં સાક્ષીઓને ધમકાવતા હોવાના આક્ષેપ સાથે આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી અન્ય અધિકારીને તપાસ સોંપવાની માંગ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં દિવાળીના તહેવારના દિવસે રાત્રીના ફટાકડા ફોડવા માંગી દાદાગીરી આચરી ચાર લુખ્ખાઓ દ્વારા હોન્ડા અને રોકડની લૂંટ ચલાવી છરીના ઘા ઝીકતા વિજયભાઈ મેટાળીયા નામના યુવાનનું સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું આ કેસની તપાસ કરી રહેલા વાંકાનેર સીટી પીઆઇ વાઢિયા દ્વારા ગુન્હો નોંધવામાં હત્યાનો પ્રયાસ કરાયો હોવા છતા આરોપીઓને છાવરવા હત્યાના પ્રયાસની કલમ ન ઉમેરવામાં આવી હોવાનું જણાવી આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ ઉઠાવાઈ હતી.

- text

આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવાયા મુજબ કોળી સમાજ દ્વારા પીઆઇ વાઢિયા દ્વારા આ કેસના મહત્વના સાક્ષીઓને નિવેદન બદલવા દબાણ લાવી અન્ય કેસમાં ફિટ કરવાની ધમકી આપવાની સાથે સાથે હત્યા કેસમાં ઝડપાયેલા લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવાને બદલે મહેમાનની જેમ સાચવી ગુપ્ત બેઠક પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવરાત્રીમાં ફાળો ઉઘરાવતા કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરવા મામલે વાંકાનેરના પૂર્વ નગરપતિ દ્વારા પીઆઇ વાઢિયા વિરુદ્ધ અનસન આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ટૂંકા સમયગાળામાં જ ફરી સીટી પીઆઇ વિવાદમાં ઘેરાયા છે.

બીજી તરફ વાંકાનેર નેશનલ હાઈવેથી વિશાળ પગપાળા રેલી શરૂ થઇ હતી અને મેઈન બજારમાંથી પ્રાંત કચેરી સુધી પહોંચી હતી, કોળી સમાજના અગ્રણી જિજ્ઞાસાબેન મેર અને બાબુભાઈ ઉઘરેજીયાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં સમસ્ત હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને વિજય ભાઈ ને ન્યાય આપોના નારા લગાવ્યા હતા.

- text