કાલે મોરબી બનશે જલારામમય

- text


પૂ. જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે નવવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : આવતીકાલે પણ પૂ. બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ ઉજવવા મોરબીમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની અલગ અંદાજમાં ઉજવણી કરવા જલારામ સેવા મંડળ મોરબી દ્વારા નવવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.

જલારામ સેવા મંડળ મોરબીના નિર્મિતભાઈ કક્કડના જણાવ્યા મુજબ પૂજ્ય જલારામબાપાની ૨૧૯મી જન્મજ્યંતિના અવસરે ૧. સવારે ૬ કલાકે જલારામ મંદીર ખાતે પ્રભાતધૂન, ૨. સવારે ૯ કલાકે સમસ્ત રઘુવંશી સમાજ ના ગૌરવસમા વિશ્વ વિક્રમી ૮ ફૂટ ના રોટલા ની શોભાયાત્રા.. જલારામ મંદીર થી નગરદરવાજે, ૩. બપોરે ૧૨ કલાકે જલારામ મંદીર ખાતે મહાઆરતી, ૪. બપોરે ૧૨:૧૫ કલાકે જલારામ મંદીર ખાતે વિશેષ વ્યક્તિઓના વરદ્ હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ, ૫. બપોરે ૧૨:૩૦ કલાકે જલારામ મંદીર ખાતે અન્નકુટ દર્શન, ૬. બપોરે ૧૨:૪૫ કલાકે જલારામ મંદીર ખાતે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ, ૭. બપોરે ૨:૩૦ કલાકે જલારામ મંદીર ખાતે પૂ. બાપા નુ પૂજન, ૮. સાંજે ૫ કલાકે જલારામ મંદીર ખાતે થી ભવ્ય બાઈક રેલી અને ૯. સાંજે ૭ કલાકે દશા શ્રી માળી વણીક જ્ઞાતીની વાડી બેંક ઓફ બરોડા સામે રઘુવંશી નાત જમણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં પૂ. જલારામબાપાની ૨૧૯મી જન્મજ્યંતિ ઉજવણીના કાર્યક્રમ મા પધારવા તેમજ બપોરે તથા સાંજે સહ પરિવાર પ્રસાદ ગ્રહણ કરવા જલારામ સેવા મંડળ દ્વારા તમામ શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text