મોરબીમાં એસટીને દિવાળી ફળી:11 દિવસમાં રૂ 37.78 લાખની આવક

- text


દિવાળીના તહેવારોમાં 27 એક્સ્ટ્રા રૂટ દોડાવતા એસટી વિભાગને મોટો ફાયદો

મોરબી : મોરબીમાં એસટી તત્રને દિવાળીના તહેવારો ફળ્યા હતા દિવાળી પર્વને ધ્યાને લઈને એસટીતંત્રએ 27એક્સ્ટ્રા રૂટ દોડાવી હતી જેથી એસટીતંત્ર ને 11 દિવસમાં રૂ 37.78 લાખની આવક થઈ હતી

મોરબીમાં દિવાળીના તહેવારો દરમિયાન એસટી ડેપોમાં ભારે ભીડ રહી હતી તેથી વધારાના ધસારાને પહોંચી વળવા એસટીતંત્રએ દાહોદ, મોરબી, રાજકોટ રાજકોટ જામનગર સહિત 27 જેટલી રૂટ એક્સ્ટ્રા દોડાવી હતી અને દિવાળીના તહેવારોમાં આ બસો મુસાફરોથી ભરચક જોવા મળી હતી જેના પરિણામે દિવાળીના તહેવારો દરમિયાન તા 1 થી 11 સુધી એસટીતંત્રને રૂ 37.78 લાખની આવક થઈ હોવાનું એસટીના સતાવાર સૂત્રોએ જણાવ્યુ હતુ.

- text

- text