મોરબીમાં વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

- text


રવાપર રોડ બહુચરાજી મંદિર ખાતે સાદગીપૂર્વક લગ્નવિધિ

મોરબી : મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નના ખોટા ખર્ચ બંધ કરવા લેવાયેલ મહત્વપૂર્ણ સુચનને અનુસરીને આજે વધુ બે પરિવાર દ્વારા સગાઈવિધિમાં જ સાદાઈથી લગ્ન સમારોહ સંપ્પન કરી સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો હતો.

- text

મોરબી ઉમિયા સમૂહલગ્ન સમિતિના વડીલોના સૂચન દ્વારા શરૂ કરાયેલ ઘડિયા લગ્નની પરંપરા ધીમે – ધીમે મોરબી શહેર અને જિલ્લામાં ખૂબ જ અનુકરણીય બની રહી છે જેમાં આજરોજ મનસુખભાઈ નરશીભાઈ હાલપરાના સુપુત્ર આશિષ મુ:-નેકનામ હાલ રહેવાસી મોરબી ના ઘડિયા લગ્ન વલ્લભભાઈ ગોવિંદભાઈ ફેફરની સુપુત્રી પાયલ, ગામ:-મકનસર સાથે યોજવામાં આવ્યા હતા.

એ જ રીતે બહુચરાજી માતાના મંદિર ખાતે અનિલભાઈ કાનજીભાઈ ફૂલતરીયાના સુપુત્ર કૌશિક મુ:-ખાખરેચી હાલ રવાપર મોરબીના ઘડિયા લગ્ન મનસુખભાઈ મગનભાઈ દેત્રોજા  સુપુત્રી આરતી સાથે સગાઈ વિધિમાં જ સંપ્પન કરવામાં આવ્યા હતા.

- text