સિરામિક એસોસિએશન પ્રમુખ અને આગેવાનો મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યોને મળ્યા
મોરબી : સિરામિક હબ મોરબીના ઉધોગોને લાગતા પ્રશ્નોને લઈ આજે સિરામિક એસોશિએશનના હોદેદારો મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ જેતપરિયા,પ્રફુલભાઈ દેત્રોજા સહિતના આગેવાનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, રાજયમંત્રી સૌરભભાઇ પટેલ, જયદર્થસિહ પરમાર, પ્રદિપસિહ જાડેજા વગેરે મંત્રીઓને અલગ અલગ પ્રશ્નો બાબતે રજુઆત કરી તેમજ નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
