વાંકાનેરમાં કોળી યુવાનને રહેંસી નાખનાર ચાર હત્યારા ઝડપાયા

- text


દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામલે હોન્ડાની લૂંટ કરી છરી હુલાવી હતી

વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા કોળી યુવાન પાસે ફટાકડા માંગી હોન્ડા તેમજ રોકડની લૂંટ કરી છરીવડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન કોળી યુવાનનું મૃત્યુ નિપજતા આ મામલે આજે વાંકાનેર પોલીસે ચારેય હત્યારાઓને રેલવે સ્ટેશન નજીકથી દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા વિજયભાઇ હકાભાઇ મેટાડીયા, ઉવ.૨૩ ધંધો.મજુરી રે.ભાટીયા સોસાયટી, ભુતનાથ મંદીર પાસે, વાંકાનેર વાળા ઉપર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા આપવા મુદ્દે છરીથી હુમલો કરી રોકડ અને હોન્ડાની લૂંટ કરી ઇનાયત ઉર્ફે ઇલુ કાદરભાઈ હિફાયત, મુનાફ મહમદભાઈ શેરસિયા, મોસીન હાજીભાઈ આજાબ અને આશીફ ઉર્ફે હુસેન ઉર્ફે ઢબુ ગુલમામદ સામતાણી નાસી છૂટ્યા હતા.

- text

આ મામલે ગંભીર હાલતમાં વિજયભાઈને પહેલા વાંકાનેર અને બાદમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે હુમલો અને લૂંટની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી ઇનાયત ઉર્ફે ઇલુ કાદરભાઈ હિફાયત, મુનાફ મહમદભાઈ શેરસિયા, મોસીન હાજીભાઈ આજાબ અને આશીફ ઉર્ફે હુસેન ઉર્ફે ઢબુ ગુલમામદ સામતાણીને વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.

કુખ્યાત આરોપીઓને ઝડપી લેવામાં વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાધલ, પીએસઆઇ આર. પી. જાડેજા, ડી સ્ટાફ જમાદાર નરસિભાઈ પારધિ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

- text