વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સગીરાનું અપહરણ

 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે વાલજી કલાભાઈ ઝાપડીયા ઉર્ફે વાલો નામનો શખ્સ કણકોટ ગામની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર સીપીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ ચલાવી રહ્યા છે.