મોરબીના નારાણકામાં સ્મશાનભુમિના લાભાર્થે ઐતિહાસિક મહારાણા પ્રતાપ નાટક ભજવાયુ

- text


મોરબી : મોરબીના નારણકા ગામે સ્મશાનભૂમિના લાભાર્થે ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ ભજવવામાં આવ્યું હતું જે પ્રસંગે લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને ખુલ્લા મને લોકફાળો નોંધાવ્યો હતો.

આજના ડીઝીટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ નવરાત્રી દરમ્યાન નાટકો ભજવવાની પરંપરા અખંડ છે. ત્યારે મોરબીના મોટાભાગના ગામડામાં નવા વર્ષને આરંભના દિવસોમાં જ નાટકો ભજવાય છે જેમાં સેવા સહિતના પરમાર્થે તથા લોકસંસ્કૃતિનું જતન કરવાના શુભ આશય હોય છે

- text

મોરબી તાલુકાના નારણકા ગામે સ્મશાન ભુમિના લાભાર્થે ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ સાથે પેટ પકડી ને હસાવતુ કોમિક નાથાબાપાનો ધર સંસાર ગ્રામજનો દ્વારા ભજવવામાં આવ્યું હતું, આ નાટક નિહાળવા આસપાસ ગામના ધર્મપ્રેમી નાટકપ્રેમી જાહેર જનતા મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉદાર હાથે ફાળો નોંધાવ્યો હતો.

- text