ગટરમાં પાણી કેમ વધારે ઢોળો છો, માળિયામાં તલવાર ઉડી !

સામાપક્ષે ખેતરમાં ચાલવા અંગે મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી

માળીયા : માળીયાના પીપળીયાવાસમાં ગટરમાં વધારે પાણી કેમ ઢોળો છો કહી પાડોશી ત્રણ શખ્સોએ તલવાર ધારીયાથી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.તો સામેપક્ષે ખેતરમાં ચાલવા અંગે હુમલો કરાયાની ફરિયાદ નોંધાવી હતી.

માળીયાના પીપળીયા વાસમાં રહેતા હારુનભાઇ દોસમહમદ મોવર ઉવ-૫૫, ધંધો-ખેતીવાળાને (૧) અકબરભાઇ કાસમભાઇ મોવર (૨) કાસમભાઇ
(૩) રામજીતભાઇ કાસમભાઇ રહે બધા માળીયા વાળાએ પાણી ગટરમાં કેમ વધારે કાઢો છો તેમ કરી ગાળો બોલતા ફરીએ ગાળો આપવાની ના પાડતા તલવાનો ઘા કરતા માથામાં ઇજા કરી ધોકા વતી મુંઢ ઇજા કરી હતી અને અન્ય આરોપીએ ધારીયુ ધારણ કરી માર મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

સામાપક્ષેઅકબરભાઇ કાસમભાઇ મોવર, ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે-સરકારી હોસ્પિટળ માંળીયાવાળાએ (૧) હારૂન દોસમામદભાઇ મોવર (૨) હૈદર હારૂન મોવર (૩)રહીમ દોસમામદ મોવર (૪) કાળીયો રહીમ મોવર રહે બધા માળીયા પીપળીયાવાસ વાળાઓ વિરુદ્ધ ખેતરમાં ચાલવા અંગે માથાકૂટ કરી મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે માળીયા પોલીસે બન્નેપક્ષે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.