ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે હવામાં ફાયરિંગ

- text


વાંકાનેરના ચીત્રાખડામાં વિજળીયા ગામના સરપંચે ફાયરિંગ કરતા ભયનો માહોલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે વિજળીયા ગામના સરપંચ દ્વારા ખનીજચોરી મામલે હવામાં ફાયરિંગ કરવામાં આવતા નાના એવા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખનીજ સંપદાથી ભરેલ ચિત્રાખડા ગામે વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે અને આ ખનીજ મોરબી-વાંકાનેર ખાતે સિરામીક ઉદ્યોગમાં ફાયર ક્લે તરીકે ઓળખાતી ખનીજનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, ચીત્રાખડા ગામની સીમમાં આ માટી કાઢવા માટે ખનીજ માફિયાઓ દિવસ-રાત ગેરકાયદે ખોદકામ કરી આ માટી મોરબી-વાંકાનેર સુધી વિના રોકટોક પહોંચાડી રહ્યા છે.

- text

ચીત્રાખડા ગામના ફરિયાદી ભરતભાઈ છેલાભાઈ સાપરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી વીજળીયા ગામના સરપંચ રાજુભાઈ સામાભાઈ કુમખાણીયા દારૂ પીધેલ હાલતમાં ચીત્રાખડા ગામના ઝાંપે આવી ફરિયાદીને કહેલ કે તે મારી વાડી પાસે આવેલ ખરાબામાં ખાડા ખોદેલ હોય તે પુરી દેજે નહીં તો તને જાનથી મારી નાખીશ એમ કહી આરોપી સરપંચે પોતાની પાસે રહેલ ગેરકાયદેસર બંદુક માંથી હવામાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પીએસઆઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

- text