હળવદ બ્રેકિંગના એડીટર મહેન્દ્ર મારૂનો આજે જન્મદિવસ

હળવદ : “હળવદ બ્રેકિંગ”ના ગ્રુપ એડીટર અને યુવા પત્રકાર મહેન્દ્ર મારૂનો આજે ૩૪મો જન્મદિવસ છે. છેલ્લા ચાર વર્ષથી આમતક દૈનિકથી હળવદમાં પોતાની પત્રકારત્વ કરી રહ્યા છે. હાલમાં તેઓ હળવદ બ્રેકિંગ, લાઇવ ગુજરાત ન્યુઝ, ડી.કે. સેવન ટી.વી. ન્યુઝ, લોક ફરિયાદ દૈનિક, પ્રજા આક્રોશ, ખબર તમારી, કે.એસ. ચેનલ, ક્રાઇમ કનેકશનમાં પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ તેમજ સગાસ્નેહીઓ શુભેચ્છાઓનો પ્રેમ વરસાવી રહ્યા છે.

મુળ ભુજ (કચ્છ) અને હાલમાં હળવદ સ્થાયી થયેલા મહેન્દ્ર મારૂ શાંત અને સુશીલ સ્વભાવ સાથે હંમેશા શિસ્તને અનુસરવામાં માને છે. તેમનો જન્મ તા.૯/૧૧/૧૯૮૫માં થયો હતો તેમને પત્રકારત્વની સફરમાં તેઓ હળવદ તાલુકાની પ્રજાના પ્રશ્નોને વાચા આપી હળવદ પંથકમાં ટૂંકાગાળામાં લોકચાહના મેળવી છે. હાલમાં તેઓ “હળવદ બ્રેકિંગ” સોશિયલ મિડીયા આવૃત્તિ સાથે જોડાયેલા છે જેના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે, એટલું જ નહીં દરેક લોકોના પ્રશ્નનો જવાબ હસી – મજાકમાં આપી પ્રેમાળ સ્વભાવ ધરાવતા કચ્છી માડુ મહેન્દ્ર મારૂનો આજે ૩૪મો જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ તેમજ તેમના સગાસ્નેહીઓ તેમના મો.૮૪૬૦૦ ૬૭૭૯૩ પર શુભેચ્છાઓનો હેત વરસાવી રહ્યા છે.