ફટાકડા ફોડવા દે કહી વાંકાનેરમાં ખૂની હુમલો : લૂંટ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની મધ્યરાત્રીનો બનાવ : ત્રણ શખ્સોનું કૃત્ય

વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની મધ્યરાત્રીએ ત્રણ શખ્સોએ લુખ્ખાગીરી કરી ફટાકડા ફોડી રહેલા યુવાન પાસેથી ફટાકડા ફોડવા માંગતા ના પાડતા ખૂની હુમલો કરી હોન્ડા મોટરસાયકલ અને રોકડ રકમની લૂંટ કરતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી હકીકત મુજબ વાંકાનેરના વિજયભાઇ હકાભાઇ મેટાડીયા, ઉવ.૨૩ ધંધો.મજુરી રે.ભાટીયા સોસાયટી, ભુતનાથ મંદીર પાસે, વાંકાનેર, જિ. મોરબી મુળ રે. સરોડી, તા.થાન જિ. સુરેન્દ્રનગર વાળા તથા તેમના મીત્ર ગોગન સુરેશભાઇ એમ બન્ને જણા પોતાનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ ભુતનાથ મંદીરે ફટાકડા ફોડવા ગયેલ અને ત્યાં બેઠા હતા ત્યારે રાત્રીના આશરે એક દોઢ વાગ્યાના અરસામાં ખાટકીપરામાં રહેતો ઇલુ તથા મીલપ્લોટમાં રહેતો હુશેન તથા કોઠી ગામના સરપંચનો દીકરો મુનાફ એમ ત્રણેય જણા મોટર સાયકલ પર આવેલ અને ઇલુએ કહેલ કે મારે ફટાકડા ફોડવા છે મને ફટાકડા આપ તેમ કહેતા
વિજયભાઈએ કહેલ કે મારી પાસે ફટાકડા નથી તેમ કહેતા આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ભુંડી ગાળો આપવા લાગેલ તથા હુશેન અને મુનાફે ઢીકાપાટુનો માર મારી ઇલુએ તેની પાસેની છરીનો એક ઘા પેટના ભાગે મારી દીધેલ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી બીક ભય બતાવી ફરિયાદીના પેન્ટના ખીસામાં રહેલ રોકડા રૂ. ૫૦૦ તથા મોટર સાયકલની ચાવી લુંટી લીધેલ હતી.

બાદમાં ઇલુએ આ ચાવી હુશેનને આપતા મોટર સાયકલ ઉપર હુશેન તથા તેઓ લાવેલ તે મોટર સાયકલ ઇલુ તથા મુનાફ લઇ ત્યાંથી નાસી ગયેલ હતા અને ગોગન તેના ભાઇ નીલેશને બોલાવી લાવતા નીલેશ તુરંત તેના મોટર સાયકલમાં બેસાડી વિજયભાઈને વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ અને ત્યાં ડોકટર દ્વારા પ્રાથમિક સારવાર આપી પેટે ટાંકા લઇ વધુ સારવાર માટે રીફર કરતા વિજયભાઈને તેમના મીત્રો પારસભાઇ તથા મયુરસિંહ તથા ગોગનભાઇ તથા વિક્રમભાઇ ૧૦૮માં રાજકોટ સરકારી દવાખાનામાં સારવારમાં લાવી દાખલ કરેલ હતા.

આ ઘટના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ અને રોકડા રૂ.૫૦૦ તથા હિરો મોટર સાયકલ કી. રૂ.૪૦૦૦૦ મળી કુલ કી. રૂ.૪૦૫૦૦ની લૂંટ કરવા મામલે પોલીસે વાંકાનેર ખાટકીપરામાં રહેતા ઇલુ, મીલપ્લોટમાં રહેતા હુશેન તથા કોઠી ગામના સરપંચના દીકરા મુનાફ વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની વધુ તપાસ પીઆઇ બી.ટી.વાઢીયા ચલાવી રહ્યા છે.