સાર્થક વિદ્યામંદિર અને પ્રગતિ કલાસીસના સ્થાપક સંચાલક કિશોરભાઈ શુક્લનો આજે જન્મ દિવસ

મોરબી : સામાંકાંઠાની પ્રખ્યાત શાળા સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લનો આજે (8 તારીખના રોજ) જન્મ દિવસ છે. સુપર એક્ટિવ વ્યક્તિત્વ ધરાવનાર કિશોરભાઈ સહૃદય ખુબ જ નિર્મળ અને કોમળ વ્યક્તિ છે. પોતે શાળાના સંચાલક હોય ઉપરાંત ઘણી બધી સામાજિક સેવાઓ સાથે જોડાયેલા રહે છે. સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે મોરબી ક્ષેત્રે સંસ્કૃત ભારતી નામક સંસ્થાનું મોરબી જિલ્લા સંયોજકનું પદ સાંભળીને આ ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ કાર્ય કરતા આવી રહ્યા છે. તે છતાં પણ અંગત રીતે તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારો, ઉપરાંત રસપ્રદ પ્રતિભા ધરાવે છે. કિશોરભાઈ શુક્લને સમગ્ર સાર્થક વિદ્યામંદિર પરિવાર તેમજ તેઓના ચાહકો તરફથી જન્મદિન ની ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.