મોરબી વૃદ્ધાશ્રમના વડીલ માતાઓને સાડી અર્પણ કરતા ઉદ્યોગપતિઓ

વૃદ્ધાશ્રમની સાથે સાથે છેવાડાના વિસ્તારમાં બહેનોને પણ સાડી વિતરણ કરાયું

મોરબી : આપ્યાના આનંદમાં માનતા ઉદ્યોગપતિઓ દ્વારા દીપાવલી પર્વે મોરબી વૃદ્ધાશ્રમની તમામ વડીલ માતાઓ અને મોરબીના છેવાડામા રહેતા ગરીબ માતાઓ બહેનોને 251 સાડી અર્પણ કરી તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના મેટ્રોગ્રુપના દિલીપભાઈ આદ્રોજા અને શિવધારા સીરામીક મિનરલ્સ વાળા યોગી પટેલ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને વૃદ્ધાશ્રમની તમામ વડીલ માતાઓ અને મોરબીના છેવાડામા રહેતા ગરીબ માતાઓ બહેનોને 251 સાડી અર્પણ કરવામાં આવી હતી.