મોરબી અપડેટની સમગ્ર ટીમ વતી સૌને નવા વર્ષની શુભકામનાઓ

નવા વર્ષમાં સમગ્ર મોરબી જિલ્લો ખૂબ પ્રગતિ કરે તેમજ આપણા મોરબીના સૌ નગરજનોને નવું વર્ષ તમામ રીતે ફળદાયી અને સુખમય નિવડે તેવી નવા વર્ષના પ્રભાતે શુભકામનાઓ

મોરબી : મોરબી જિલ્લાના સમગ્ર નગરજનોને મોરબી અપડેટની સમગ્ર ટીમ વતી નુતન વર્ષાભિનંદનની સાથે આવનારું નવું વર્ષ આપ સૌ માટે અને આપના પરિવારજનો અને સ્નેહીજનો માટે સુખમય, સ્વાસ્થ્યમય અને તમામ રીતે યશસ્વી રહે તેવી શુભકામનાઓ.

વૈભવી ઐતિહાસિક વારસો ધરાવતા આપણાં મોરબી જિલ્લાને સમાચારો માહિતી તેમજ જરૂરી વિગતો સાથે સતત અપડેટ રાખવા ના શુભ હેતુ સાથે શરૂ થયેલું આપ સૌનું મોરબી અપડેટ આજે મોરબી જિલ્લાના તમામ લોકોની પેહલી પસંદ બની ગયું છે. દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ મોરબી અપડેટ સાથે લાખો વાચકોનો વિશ્વાસ જોડાયો છે. હાલ મોરબી જિલ્લાના ૪૫૦૦૦ જેટલા લોકો આપણી મોરબી અપડેટ એપ્લિકેશન વાપરી રહ્યા છે. તેમજ મોરબી અપડેટ વેબસાઇટ પર દરરોજ 50 હજારથી વધુ લોકો સમાચારો વાંચવા આવી રહ્યા છે. આ ઉપરાંત મોરબી અપડેટના ફેસબુક પેજ સાથે 70 હજાર જેટલા મોરબીવાસીઓ જોડાયેલા છે. અમારા પર લાખો મોરબીવાસીઓએ જે અપાર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ સમગ્ર મોરબી અપડેટ ની ટીમ મોરબી જિલ્લાના તમામ નગરજનોનો દિલથી આભાર વ્યક્ત કરે છે. સાથો સાથ લાખો લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ આજથી શરૂ થતા નવા વર્ષમાં વધુ મજબૂત બને તેવી પ્રાર્થના સાથે મોરબી જિલ્લાના મોરબી, વાકાનેર, હળવદ, ટંકારા અને માળીયા મીયાણા તેમજ સમગ્ર ગુજરાત, ભારત અને દેશ દુનિયામાં રહેતા મોરબીવાસીઓને નવા વર્ષની દિલથી મોરબી અપડેટની ટીમ શુભકામનાઓ પાઠવે છે.

ઔદ્યોગિક નગરી મોરબીના સિરામિક, ઘડિયાળ સહિતના અનેક ઉદ્યોગોએ મોરબીને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ આપી છે. કાળની અનેક કારમી થપાટો બાદ પણ મોરબી આજે એક ભવ્ય ઇતિહાસ સાથે સમગ્ર દુનિયામાં જાણીતું બન્યું છે. ત્યારે આ નવા વર્ષમાં મોરબી જિલ્લો અને અહીંના ઉદ્યોગો તેમજ તમામ લોકો ખૂબ પ્રગતિ કરે તેમજ મોરબી જિલ્લો તમામ સંકટથી દૂર રહે અને સદાય આપણાં જિલ્લા પર ઈશ્વરની કૃપા વરસતી રહે તેવી શુભકામનાઓ સાથે ફરીથી મોરબી અપડેટની ટિમ વતી નુતનવર્ષાભિનંદન સાથે સૌને નવા વર્ષના રામ રામ..