મોરબીના શિવનગરમાં ગામ સમસ્ત સ્નેહમિલન

શિવનગર ગામના યુવાનોએ “જેમના અન્ન ભેગા તેમના મન ભેગાની” કહેવત કરી યથાર્થ

મોરબીની નજીક આવેલા શિવનગર ગામે બેસતા વર્ષના દિવસે ગામના દરેક વ્યક્તિ શિવનગર ગામની સમાજવાડીમાં એક સાથે ભેગા થઈ એક બીજાને રામ રામ કરે છે, અને સાથે સાથે ચા – નાસ્તો કરી નવા વર્ષને વધાવે છે.

કહેવાય છે કે જેમના અન્ન ભેગા તેમના મન આ કહેવતને ખરેખર ગ્રામજનોએ યથાર્થ કરી હતી, ગામની અખંડિતતા અને એકતા ટકી રહે તે માટે આ ગ્રામજનોનું ઉત્કૃષ્ટ કાર્ય છે, આ કાર્યક્રમની જહેમત શિવનગર ગરબી મંડળના યુવાનોએ ઉઠાવી હતી. જો આ પ્રકારના કાર્યક્રમ દરેક ગામમાં કરવામાં આવે તો ગ્રામજનો એક બીજાની નજીક આવશે અને ગામડાની સંસ્કૃતિ પુનર્જીવિત કરી શકાશે.