મોરબી હાઇવે ઉપર ઇકો, બાઇક વચ્ચે અકસ્માત : ત્રણના મોત

બેસતાવર્ષના શુકનિયાળ દિવસે હાઇવે ગોઝારો : હરબાટીયાળી નજીકની ઘટના

મોરબી : રાજકોટ મોરબી હાઇવે આજે બેસતાવર્ષના દિવસે રક્ત રંજીત બન્યો હતો જેમાં ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક હરબાટીયાળી ગામના પાટિયા પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર સહિત ત્રણ વ્યક્તિના કરુંણ મોત નિપજ્યા હતા.

આ ગોઝારી ઘટનામાં ઇકોમાં બેઠેલ મુસાફરોને પણ ઇજાઓ પહોંચતા ૧૦૮ અને પોલીસ કાફલો તુરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઇકોમાં રજતઅલી યુસુફઅલી તેમેજ બાઇક સવાર પરમાર મગનભાઈ કરશનભાઇ અને સતિષભાઈ રાધેશ્યામ પરમારનો સમાવેશ થાય છે.