મોરબીમાં ફટાકડાએ ભારે કરી : વધુ એક ભંગારનો ડેલો આગની ઝપટમાં, જુઓ વિડિઓ

મોરબી : મોરબીમાં દિવાળીની રાત્રિના ફટાકડા ના કારણે આગ લાગવાના બનાવનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. અત્યાર સુધીમાં કુલ પાંચથી વધુ જગ્યાએ ફટાકડા ના કારણે ભયંકર આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. અત્યારે છેલ્લે મળતા અહેવાલો મુજબ મોરબી શનાળા બાયપાસ પાસે કેનાલ ની નજીક હાઈવે પર આવેલા એક ભંગારના ડેલામાં ફટાકડા ના કારણે ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ સતત દોડધામ ની વચ્ચે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા તેમજ આગને ફેલાતી અટકાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આમ મોરબીમાં દિવાળીની રાત્રે આંદરણા ગામ તેમજ આમરણ બેલા તથા શનાળા નજીક એક કારખાનામાં આગ અને સામા કાંઠે મંડપ સર્વિસ ગોડાઉનમાં આગ તેમજ છેલ્લે બાયપાસ નજીક ભંગારના ડેલામાં આગનો બનાવ બન્યો હતો.

આગનો વિડિઓ જુઓ નીચેની લિંક પર ક્લિક કરો..