બગથળા ગામે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ નો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી ના બગથળા ગામે નકલંક મંદિર દ્વારા આજે નવા વર્ષમાં પ્રથમ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવમાં આવ્યુ હતું.

મહાપ્રસાદ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 15000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જેમાં બગથળા ગામ સહીત બહાર ગામના લોકોએ પણ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ આયોજન નકલંક મંદિર દ્વારા કરવામાં આવે છે પણ સાથે સાથે બગથળા ગામ ના યુવાનોનો મહત્વનો ફાળો હોય છે જેમ દિવસ રાત મહેનત કરી આ આયોજન કરે છે 15 હાજર લોકોના મહાપ્રસાદની વ્યવસ્થા ખાસ પ્રકાર કરવામાં આવે છે જેમાં લેડીશ, જેન્ટ્સના વિભાગ અલગ અલગ હોય છે અને ટ્રાફિકના થાય એ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

આજ રાત્રે નકલંક મંદિર દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પ્રખયાત ભજનીક લક્ષ્મણ બારોટ અને નિરંજન પંડયા હાસ્ય કલાકાર ગુણવત ચુડાસમા ભજન ની રમઝટ બોલાવશે તો સંતવાણીનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યુ છે.