વાંકાનેરના કોટડાનાયાણીમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો

વાંકાનેરના કોટડાનાયણીમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી ફરાર થી ગયેલા પતિને પોલીસે ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘરકંકાસમાં જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉંમર વર્ષ 50ની હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપી પતિ ભીખાભાઈ બચુભાઈ લઢેરને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હત્યારા ભીખાભાઈએ ગૃહ કલેશમાં પત્નીને ઢોર માર મારી હાથ-પગ ભાંગી નાખી ગળેટૂંપો આપી મારી નાખી હત્યા કરેલ અને બાદમાં કુદરતી મોત થયાનું રટણ કરી નાસી છૂટ્યો હતો.